ફોરમ ફાઉનડેશ દ્વારા રવિવારે ૧લી જુલાઈ ૨૦૧૮ ના રોજ સવારે વડોદરા એલજીબીટીક્યુ. સન્માનયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતું.  વડોદરાની ૩જી સન્માન યાત્રા હતી.  યાત્રા મા સમલૈંગિક સમુદાયના લોકો સાથે સાથે કોલેજ ના વિદ્યાર્થીઓ, સમાજસેવકો, વડોદરા ના રહેવાશિયો તથા આસપાસ નાશહરોમાંથી આવેલા લોકો સહભાગી થયા હતા.  સન્માન યાત્રા ડેરી ડેન સર્કલ થી શરુ થઈ શહેરના મુખ્યરસ્તાઓ પર થી પસાર થઈ યોગ નીકેતન પુર્ણાહુતી થઈ.  સન્માન યાત્રા જેમ શહેર ના રસ્તાઓ પરથીપસાર થઈ રહી હતી તેમ લોકોમાં કૌતુક અને આશ્ચર્ય જણાઈ રહ્યું હતું.

સન્માન યાત્રાઓ શહેરના સમલૈંગિક સભ્યો માટે પ્રોત્સાહનનુ કાર્ય કરે છે.  આવી સન્માન યાત્રા સમાજનાભાગરૂપ સમલૈંગિક સમુદાયના લોકો વિષયે સામાન્ય જનતામાં જાગરૂકતા લાવે છે.  આજના સમયમાંસમલૈંગિક લોકો માટે સમાજએ ઘણી વિપરીત ધારણાઓ બનાવેલી છે અને આવી યાત્રાઓ સમાજમાં બદલાવલાવવાનું કાર્ય કરે છે.

સન્માન યાત્રાઓ સમલૈંગિક સમાજના લોકો માટે ઉત્સવ સમાન હોય છે.  યાત્રામાં ભાગલેનારાઓ ધણાદિવસોથી તૈયારીઓ કરી રહયા હતા.  કપડાંથી લઈ એસેસરીઝ સુધી ની શોપિંગ કરી હતી.  યાત્રામાં ગુજરાતીપહેરવેશ થી લઈ સેક્સી સ્કટ સુધી વિભિન્ન પહેરવેશ પહેરીને લોકોએ ભાગ લીધો હતો.  આ યાત્રામાં આવેલાઘણા લોકો માટે આ તેમની પહેલી સન્માન યાત્રા હતી.  આ ઉત્સવ મા ઢોલના ગુંજે ચાર ચાંદ લગાડી દિધાહતા.  આ સન્માન યાત્રાનું બીજું ધ્યેય એટલે સરકાર અને સમાજ ને  ર્શાવવાનુ કે સમલૈંગિક લોકોઅસ્તિત્વમાં છે અને સમાજના સર્વસામાન્ય લોકોની જેમજ જીવન જીવે છે.

Picture Credits: Abhishek Patel, Palak, Sumit Pawar

 

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *